આજે પણ લો ગાર્ડન પર ત્રિપાટી ની ચા ની એજ મજા
Posted on Sep 17, 2016
અદભૂત અમદાવાદ અને અજબ તેની પોળો
અમદાવાદ શહેર આજે મૉલ, મલ્ટીપ્લેક્સ, બંગલા, રો-હાઉસ, ફ્લેટ્સ, અપાર્ટમેંટથી ઉભરાતું મૉડર્ન મેગા સીટી ભલે કહેવાય પણ અમદાવાદની અસલ ઓળખ એટલે પોળ, અને તેમાં ધબકતું ખુમારીથી છલોછલ, મોજીલું અમદાવાદી જીવન.
604 વર્ષ પહેલા 12 દરવાજાની કોટની ફરતે આવેલા કોટની અંદર વસેલા આ શહેરની ખમિરવંતી વિરાસત સમી પોળસંસ્કૃતિ આજે પણ ઝળહળે છે. 600થી વધુ પોળો અને તેની અંદર ખડકી, ખાંચા, શેરી, કોતરણીદાર હેરીટેજ મકાનો, બેનમૂન સ્થાપત્યો, કલાત્મક ચબૂતરા, કુવા, મંદિર, દેરાસર, મસ્જીદ, પાણીની પરબ આજે પણ ભવ્ય વારસાની સાક્ષી પુરાવે છે. ઘણી બધી ખાસિયતોમાંની એક ખાસિયત સાથે મઝાના છે, પોળના નામ.
કોઈ પણ તહેવારની ઉજવણીની બાબતે પોળવાસીઓના ઉત્સાહ, ઉમંગના તોલે કોઈ ના આવી શકે. દરેક તહેવારની ઉજવણી આજે પણ એ જ પરંપરા સાથે થાય છે માટે જ ઘણા અમદાવાદીઓ તહેવારની ઉજવવા માટે ખાસ પોળમાં જાય છે.
અમદાવાદની પોળમાં રેહવું, એ પણ એક લાહવો છે.
આર્ટિકલ બાય - વરુણ પંડ્યા