આજે પણ લો ગાર્ડન પર ત્રિપાટી ની ચા ની એજ મજા
Posted on Sep 17, 2016
તમે અમદાવાદ માં જન્મે લા હો કે પછી વર્ષો થી અમદાવાદ માં સેટલ થયા હો. તમને એ દિવસો જરુર યાદ હશે કે દોસ્તો સાથે મોડી રાતે ચા ની ચુસ્કી અને મસ્કા બન સાથે બસ ગપાટા મારવા ની માજા જ કંઈક ઔર હતી. પછી ભલે તમે અમદાવાદ ના હશો કે અમદાવાદ માં ભણવા આપ્યા હશો કે જોબ કરતા હશો, પણ ત્રિપાટી ની ચા તો જરૂર માણી હશે, ખરું ને !!!
હા, આજે 30 વર્ષ પછી પણ લો ગાર્ડન પર ત્રિપાટી ની ચા ની એજ મજા છે. એજ ચા, એજ ડીમ લાઈટ, એજ ભીડ, એજ અવાજ, હા પણ પહેલા મોબાઈલ ઓછા હતા એટલે વાતો ની માજા વધુ હતી અને અત્યારે થોડી વાતો અને થોડું વોટ્સ અપ છે. પણ મજા તો એજ છે દોસ્તો।
તમે જો ના ગયા હોય તો એક વાર જજો. અને જો અવાર નવાર જરા હોય તો આ આર્ટિકલ રીવિવ્યું જરૂર કરજો।